Saturday, August 24, 2013

WARNING: WhatsApp, WeChatનાં યુઝર્સ, આ જાણો છો?



સાયબર સિક્યોરિટીનાં એક્સપર્ટસ ચેતવણીનાં સૂરમાં કહે છે કે WhatsApp અને WeChat જેવા ફ્રી ટેક્સટ મેસેજિંગ સ્માર્ટફોન એપ્લિકેશન યુઝરનાં અંગત ડેટા જાહેર થવાનાં જોખમ ઉપરાંત દેશની રાષ્ટ્રીય સલામતી સામે પણ ખતરો ઉભો કરે છે.

આ બંને લોકપ્રિય એપ્સ આંતરરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા બનાવાયેલા છે અને જ્યારે યુઝર તેમને પોતાનાં ફોન પર ડાઉનલોડ કરે છે ત્યારે તે કેટલીક શરતો સાથે સહમત થઇ જાય છે, જે આ કંપનીઓને યુઝરનાં ફોનમાં રહેલા ડેટાને એક્સેસ કરવાની મંજુરી આપી દે છે. આ ડેટામાં યુઝરનાં કનવર્ઝેશન અને કોન્ટેક્ટ જેવી માહિતીનો સમાવેશ થાય છે. આ કંપનીઓનાં સર્વર વિદેશમાં હોવાથી સંવેદનશીલ ડેટા કે માહિતીની સલામતી સામે યુઝરે કદાચ સમાધાન પણ કરવું પડે છે.
WhatsAppનું સર્વર જ્યારે યુએસમાં છે તો WeChatનું સર્વર ચીનમાં. અમેરિકામાં NSAનાં સર્વેલન્સ પ્રોગ્રામ અંગે અમેરિકન વ્હીસલ બ્લોઅર એડવર્ડ સ્નોડેન દ્વારા કરાયેલા ઘટસ્ફોટને પગલે ચીનમાં કાર્યરત માનવ અધિકારવાદીઓએ પણ WeChat થકી થતાં તેમનાં કનવર્ઝેશનનાં સંભવિત સર્વેલન્સ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

ભારતે તો પહેલાથી જ ZTE અને Huawei જેવી ચીનની ટેલિકોમ કંપનીઓ સામે વાંધો ઉઠાવેલો છે. ચીનની સરકાર સાથેનાં આ કંપનીઓનાં મજબૂત સંબંધોએ ભારતમાં તેમનાં આગમનનાં માર્ગમાં અવરોધ ઉભા કર્યા છે
આ ચિંતામાં વધારો કરતું પરિબળ એ છે કે હવે વધુને વધુ પ્રમાણમાં ભારતનાં રાજકીય નેતાઓ, નીતિઘડવૈયાઓ, બિઝનેસમેન અને અન્ય લોકો આ એપ્સનો ઉપયોગ કરી રહ્યા છે, જેમાં તેઓ સંવેદનશીલ ડેટાની પણ આપ લે કરે છે.

ચીનની કંપની Tencent દ્વારા 2011માં લોન્ચ કરાયેલા એપ WeChatનાં ચીનની બહાર દુનિયાભરમાં 10 કરોડ યુઝર્સ છે. ઇન્ટરનેટ સિક્યોરિટી એક્સપર્ટ જિતેન જૈને ડીએનએને જણાવ્યું હતું કે આ એપ્સનાં યુઝર્સ દ્વારા સલામતી અંગેનાં લૂપહોલ્સને અવગણવામાં આવ્યા છે. આ જ પ્રમાણે WhatsAppનું સર્વર યુએસમાં હોવાથી એ વાત પર કોઇ આશ્ચર્ય નહીં રહે કે આગામી સમયમાં યુએસની ઇન્ટેલિજન્સ એજન્સીઓ આપણા મેસેજને સ્કેન કરશે.
જૈન અને અન્ય એક્સપર્ટ્સ આ રવિવારે દિલ્હીમાં એક દિવસ ચાલનારી હેકર્સની કોન્ફરન્સને સંબોધશે, જેમાં તેઓ જણાવશે કે આ એપ્લિકેશનો કેવી રીતે જાસૂસીનાં સાધન તરીકે કામ કરીને આપણી સામે જોખમ ઉભું કરી શકે છે. આ કોન્ફરન્સમાં સિક્યોરિટી એક્સપર્ટ મોહિતકુમાર બતાવશે કે યુઝર્સનો પર્સનલ ડેટા કેવી રીતે એક્સેસ કરી શકાય છે,જ્યારે આઇટી સિક્યોરિટી એક્સપર્ટ સજન જણાવશે કે કેવી રીતે WeChatનાં લૂપહોલ્સ દેશની રાષ્ટ્રીય સલામતી સામે ખતરો બની શકે છે, કેમ કે તે ચીનની સરકારને ચેટ લોગ્સ અને યુઝરનાં સ્માર્ટફોનનાં ડેટા ચીન સરકાર સુધી  શકે  છે.
કુમાર અને જૈને સમજાવ્યું હતું કે WeChat અને WhatsApp જેવા એપ્સ કેવી રીતે કોન્ટેક્ટ ડેટા, કોલ લોગ, જીપીએસ લોકેશન એક્સેસ જેવા ડેટા સુધી એક્સેસની પરમિશન લઇ લે છે. આ પરમિશનમાં એસએમએસ રીડીંગ, એક્સટર્નલ સ્ટોરેજ પર લખવું, ફોનનાં એક્સટર્નલ સ્ટોરેજને વાંચવાનો, ડિવાઇસનાં બધા એકાઉન્ટને એક્સેસ કરવા, ફોટો કે વીડિયો લેવા કેમેરાનો ઉપયોગ, ઓડિયો રેકોર્ડ કે સિસ્ટમ સેટિંગ્સને વાંચવા કે લખવાનો પણ સમાવેશ થાય છે.
WeChat જેના પર ઇન્સ્ટોલ કરાયેલું છે તે ડિવાઇસ પરનું માઇક્રોફોન યુઝરની જાણમાં હોય તો પણ તેનાં કનવર્ઝેશનને રેકોર્ડ કરી શકે છે. હવે જરા કલ્પના કરો કે જો કોઇ પ્રધાન સિક્યોરિટી એજન્સીનાં વડા સાથે કે વડા પ્રધાન સાથે અત્યંત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી રહ્યા હોય તો...?, તેમ કુમારે જણાવ્યું હતું.

No comments:

Post a Comment