Tuesday, June 22, 2010

જે મક્કમતાથી સહન કરે છે, તે પિતા છે.

પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ હોય છે?માતા ઘરનું માંગલ્ય હોય છે,તો પિતા ઘર નું અસ્તિત્વ હોયછે.પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો?પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવા માં આવતું.કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે,સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે છે,દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયાછે.લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે.સારી વસ્તુ ને માતાની જ ઉપમા આપવામાં આવેછે પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી.કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે.આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશેજ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે?

માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે.માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએજ કરવું પડે છે અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે કારણકે દીવા કરતા દીવી વધારે ગરમ હોયછેને!પણ શ્રેય તો હમેશા દીવાનેજ મળે છે.રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ?બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોયછે.માતા રડે છે પણ પિતાનેતો રડી પણ શકાતું નથી.પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી,કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે,પોતાની માતા મૃત્યુ પામેતોપણ પિતા રડી શકતા નથી.કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે.પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહેતો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતાએજ કરવાનું હોયછે.

જીજાબાઇ એ શિવાજી ને ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનતને પણ ધ્યાનમાં લેવી જોઈએ.દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિતપણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ.રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.

પિતાના ઠેકઠેકાણે સંધાયેલાજોડાજોઈએતો તેમનો પ્રેમ નજરે ચડે.તેમનું ફાટેલું ગંજી જોઈએતો સમજાયકે”આપણાંનસીબના કાણાતેનાગંજીમાં પડ્યાછે”.તેમનોદાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડેછે.દીકરાદીકરી નેનવા જીન્સ લઇઆપશે પણપોતેતોજુનો લેંઘોજ વાપરશે.સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડીનેજ દાઢી કરીલેતાં હોયછે.પિતા માંદા પડે ત્યારે તરતજ દવાખાને જતા નથી.તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગેછે.કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોયછે.ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી.પહોચ હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે.ખેંચ ભોગવીને પણ બાળકને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલેછે, પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તેજતારીખે પરમીટરૂમ માં પાર્ટીઓ આપેછે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેનીજ મજાક ઉડાડેછે

પિતા ઘરનું અસ્તિત્વ હોય છે.જે ઘરમાં પિતા હોય છે,તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી.કારણકે ઘરના કર્તાહર્તા જીવંત છે.જો તેઓ કંઈપણ કરતા નહોય તોપણ મહત્વના કર્તાહર્તા તરીકેના પદ ઉપર હોયછે.અને ઘરના કામ જુવેછે,સંભાળે છે.માતા હોવી અથવાતો માતા હોવાના સત્યને પિતાને લીધેજ અર્થ મળે છે એટલેકે પિતા હોયતોજ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે.કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લેછે,વખાણ કરે છે,આશિષ આપેછે,પણ ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી.બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબી માં અસ્વસ્થ થઈને આમથીતેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી.

દાઝી ગયા,ઠેશ લાગી કે માર વાગ્યો કે તરતજ “ઓં માં” આ શબ્દો મોઢા માંથી બ્હાર પડેછે પણ રસ્તો ઓળંગતા એકાદ ટ્રક નજીક આવીને જોરથી બ્રેક મારેતો “બાપ રે” આજ શબ્દ બ્હાર પડે છે.નાના સંકટો માટે ચાલે પણ મોટી સમસ્યાઓ ના વાદ્ળો ઘેરાય ત્યારે પિતાજ યાદ આવે.કઈ ગળે ઉતરે છે ખરું?

કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે,પણ મરણ ના પ્રસંગે પિતાએજ જવું પડે છે.પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે,તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે.યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોયછે.દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા,દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા,ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરુંને?

પિતાનું મહત્વ કોને સમજાય છે?બાળપણમાં જ જો પિતા ગુજરી જાય તો અનેક જવાબદારીઓ ખુબ નાની ઉમરમાં સંભાળવી પડેછે.તેને એકએક વસ્તુ માટે તરસવું પડે છે.પિતાને ખરા અર્થમાં સમજી શકે તો તે હોયછે ઘર ની દીકરી.સાસરે ગયેલી કે ઘરથી દુર રહેતી દીકરી પિતા સાથે ફોનમાં વાત કરે ત્યારે પિતાનો બદલાયેલો અવાજ એક ક્ષણમાં ઓળખી જાયછે. કોઈપણ દીકરી પોતાની ઈચ્છાબાજુમાં મુકીને પિતા કહે તે જગ્યાએ લગ્નની વેદી ઉપર ચઢી જતી હોય તેવા પ્રસંગો શું આજેપણ સમાજ માં નથી બનતા?દીકરી પિતાને ઓળખે છે,સાચવે છે.બીજાઓ પણ પોતાને આરીતે જાણે,ઓછામાં ઓછી એટલી તો અપેક્ષા બીજાઓ પાસે પિતા રાખે કે નહિ?

આપણી પાસેતો થોડા ઉત્સવો છે,જેને ઉજવતી વખતે માતા-પિતા ને યાદ કરી લઈએ.તેમના પ્રત્યેનું ઋણ ચુકવવા આપણે તેમને પગે લાગીએ અને એમના આશીર્વાદ મેળવીએ અને આપણાજ સંસ્કાર,ધર્મ, નાત-જાતના ભેદભાવ વગર આપણી પછીની પેઢીને પણ આપીને યથાશક્તિ પિતૃ તર્પણ કરીએ.
(જન્મભૂમી મુંબઈ ૨૦૦૫ માંથી )

Sunday, June 20, 2010

અનમોલ રતન દીકરી

દીકરી નાની હોય કે મોટી હોય કે.જી. માં ભણતી હોય કે કોલેજ માં
કુમારિકા હોય કે કન્યા,
દીકરી સદાય દીકરી જ રહે છે. માં-બાપ માટે બાળપણ માં બિન્દાસ દીકરી ભલે બાપ
સમું ચબ ચબ
બોલતી હોય, માનું મન રાખતી ન હોય ભાઈ ને ભાળ્યો મુક્તિ ન હોય, બહેનો હારે
બથોબથ આવતી હોય અને શેરી માં
સીપરા ઉડાડતી હોય. પરંતુ જયારે યુવાન થાય ત્યારે તરત જ ગંભીરતા ધારણ કરી લે
છે. લગ્ન વખતે પીઠી ચોળી
આમ તેમ સહેલી સાથે મહાલતી આનંદ માનતી હોય. હજી જાન પરણવા આવવાને થોડી વાર
છે પરંતુ જયારે ગામ માં
કે શેરી માં જાન આવે છે ત્યારે નાના ટાબરિય આનંદ માં આવી જઇ બુમો પડે કે
એ... જાન આવી ગઈ જાન આવી ગઈ.
આ શબ્દો જયારે પીઠી ચોળેલ કન્યાના કને પડે છે ત્યારે તમામ સહેલીનો સંગાથ
આનંદ એક બાજુ મેલી ને જ્યાં ગણેશ
બેસાડ્યા છે ઘર માં ગણેશ સ્થાપન આગળ બેસી જાય છે. હવે મારે આ ઘર આ માંડવો
છોડવાનો સમય આવી ગયો મારા
પિતાની છત્ર છાયા જેવો આ વહાલનો વડલો છોડી ને આજે પારકા પોતાના કરવા જવાનો
સમય થઇ ગયો. જે ઘર માં
રમતી હતી ઢીંગલીથી સમય ક્યારે પસાર થઇ ગયો ? આમ જાન પરની ને પોતાને ગામ જાય
છે. દીકરી પિયરીયાના છેલ્લા
ઝાડવા જોઈ લે છે. માં-બાપ, ભાઈ-બહેન સહેલી કુટુંબ પરિવાર મૂકી ને સાસરે જાય
છે, આ ત્યાગ છે. કોઈ સાધુ સંતો નો
ત્યાગ આની પાસે કઈ નથી. આ ત્યાગ ને મારા સો સો સલામ.... પિયરીયાના તમામ
સંભારણાને પોતાના હ્રિદય માં એક
ખૂણા માં ધરબી દે છે. સાસરિય વાળા કે ગામ વાળા પૂછે કે વહુ કરિયાવર માં શું
લાવ્યા ? કન્યાની લાગણીયો નો અહિયાં કોઈ
જ વિચાર નથી કરતુ. હકીકતમાં સાસરિયામાં આવતી દીકરી બાપ ને ઘરે થી શું શું
લાવી એના કરતા કેટલું બધું મૂકી ને આવી છે
માં-બાપ ઘર બાર પરિવાર ગામ આ બધું મૂકી ને આવી છે. આ વસ્તુ નો જયારે સમાજ
વિચાર કરશે ત્યારે જ તેના સંસાર માંથી
સુગંધ આવશે અને નવી વહુનું સાસરિયામાં આવવું અને નવા બાળક નો જન્મ થવા
જેવું છે. બાળક જ્યાં સુધી મન ઉદરમાં
હતું એને કોઈ કષ્ટ ન હતું. ખોરાક, હવા, પાણી વગેરે માં દ્વારા જ મળતું. કોઈ
અવાજ ઘોઘાટ નહિ. પૂર્ણ શાંતિ હતી એને મન ઉદર માં
પરંતુ જયારે નવ મહિના બાદ એને બહાર આવવાનું થાય ત્યારે કષ્ટ થાય છે હવે એને
ખોરાક, હવા પાણી જાતે લેતા શીખવું પડશે.
ચાલતા બોલતા શીખવું પડશે. બસ આવું જ નવી આવેલી વહુ માટે છે જે અત્યાર સુધી
પિતા ના ઘરે હતી કોઈ ચિંતા ન હતી .
હવે નવા ઘર માં ચાલતા શીખવું પડે છે. સાસુ-સસરા કે પરિવાર ના સભ્યો આવો
ખ્યાલ રાખતા જ હોય છે. જેમ બાળક નો ઉછેર
જે મહેનત જે પ્રેમ માંગી લે છે તેમ ઘર માં આવેલી નવી વહુ આવો જ ઉચ્ચેર
મહેનત માંગી લે છે.
દીકરી નો જન્મ થયા પચ્ચી પિતા ને ત્રીજી અશ્રુભીની આંખ મળે છે. જે એના દિલ
માં હમેશા છુપાયેલી રહે છે. પ્રકૃતિએ પુરુષ
ને રડવા માટે આ ત્રીજી આંખ જયારે રડે છે ત્યારે દીકરીને વિદાય આપતો ચોધાર
આંસુડે રડતો બાપ રૂડો લાગે છે.
ઘર માં જુઓ તો પિતાનો ચહેરો સંતાનો માટે એક આધાર, એક વિશ્વાસ, એક આદેશ બની
જાય છે. જયારે દીકરી માટે પિતાના
ચહેરાની રેખાઓ એટલે લક્ષ્મણ રેખાઓ બની જાય છે.. પિતા નો ચહેરો વાંચવામાં
દીકરી જેટલી બીજી કોઈ વ્યક્તિ
હોશિયાર નથી હોતી. દીકરી માટે પિતાનો બોલ-શબ્દ એટલે વેદ અને કુરાન
છે.બાઈબલના વાક્યો બની જાય છે. પપ્પા
સુ બોલ્યા એ સમજ્યા પહેલા જ દીકરીના હોઠમાંથી શબ્દો સરી પડે છે. હા પપ્પા
એ.... આવી પપ્પા આનું નામ દીકરી.
જેમને દીકરી હોય તે પિતાને હ્રિદય નો એક ધબકારો પોતાને જીવવા માટે છે જયારે
બીજો ધબકારો દીકરીના કાયમી
સુખ માટે ઝંખતો ધબકારો છે. દરેક દીકરી પોતાને પિતાની દીકરી મને છે. જયારે
દીકરો માનો દીકરો માને છે. કોઈ વાર દીકરી થી
નાનકડી ભૂલચૂક થઇ જાય તો મમ્મી પપ્પા ને ન કહેતી હોય આમ પપ્પાના હૈયાના
સિંહાસન ઉપર પ્રેમ ને અભિષેક જીલવા જીવનભર
એક દીકરી પિતાની નજરે ઉચ્ચ જીવન જીવવા ઈચ્છે ચી. ક્યારેક પપ્પાની નજરે
ઉતરતી છે એવું બતાવવા નથી માંગતી.
તમે જોશો તો ખ્યાલ આવશે કે લગ્ન થયા પછી પોતાના સંતાનોના ઘેર હોય ૮૦ વર્ષની
ઉમર હોય ગોરા ભરાવદાર શરીર સાથે
ઘડપણ ની રેખાઓ હડિયા પાતું લેતી હોય. આવી માજીને કોઈ એકાએક પુચ્ચે કે હે
માજી ફલાણાભાઈ ની દીકરી છે ? તો તો તે ૮૦ વર્ષ ના
માજી એટલા બધા રાજી રાજી થઇ જાય કે ના પૂછો વાત કોઈ પણ દીકરીને પોતાના
બાપને નામે ઓળખો તો તે રાજી રાજી થઇ જાય એનું નામ
દીકરી. સાસરિયામાંથી અવારનવાર પિયરિયામાં આવતી દીકરી કઈ લેવા અંતહી આવતી.
પરંતુ પિતાની ખબર લેવા આવે છે. પપ્પાની શારીરિક
આર્થિક સ્થિતિ જોવા આવે છે. કઈ વાંધો તો નથી ને ? આમ અવારનવાર આવી પપ્પાની
સ્થિતિ જોઈ ઘરના સભ્યોને સુચના પણ દેતી હોય કે
મમ્મી તું પપ્પાને હવે આદુવાળી ચા આપજે કફ રહે છે માટે એ ભાભી તમે પપ્પા ને
નહાવા માટે જરા માફકસર નું પાણી ગરમ આપજે.
ભૈલા તું પપ્પાની ખબર રાખજે હું તો અહિયાં નથી તારા વિશ્વાસે જાઉં છું. જો
જે એમની કોઈ વાતની ચિંતા ના કરાવતો આમ પિતાની વૃધ્દ્ધાવસ્થા
માં દીકરીના અવાજમાં માતૃત્વ નો રણકો સંભળાય છે અને ક્યારેક લાકડીના ટેકે
ધીમા પગલે ચાલતા પપ્પાને જોવે છે ત્યારે ધ્રાસકો અનુભવે
છે કે પપ્પા પાસે નહિ હોઉં અને પપ્પાની તબિયત વધારે બગડશે તો... આમ દિવસના
હાજર કામ વચ્ચે પણ દીકરી પોતાના પિયરનો પપ્પાનો વિચાર કરે છે.
દીકરીની આંખમાં સદાય પ્રેમાળ પિતાનો ચહેરો ચમકતો હોય છે બાળપણના દિવસો ના
આહ. અમે નાના હતા પપ્પાને પહેલી તારીખે ટૂંકો
પગાર આવતો સાંજે પ્રસાદ થતો પ્રસાદ થોડો થોડો હાથમાં આવતો પણ અમે ધરી જતા
સાંજે વાળું નહોતા કરતા. પપ્પાએ અમોને ક્યારેય ઓછું
નથી આવવા દીધું દીકરી ને બાળપણમાં તમે જેટલી લાડ લડાવો છો તેટલા જ લાડ તમને
વૃદ્ધાવસ્થામાં લડાવશે.
દીકરી બાપ ને લાડ લડાવે છે એના ઘડપણમાં કોઈવાર પતિદેવ એમ કહે છે કે ચલ તારા
પપ્પાને ફોન કરી ખબર અંતર પૂછીએ
તો તો પત્ની રાજી રાજી થઇ જાય છે પતિ માં એને પરમેશ્વર દેખાય છે.
છેલ્લે ઈશ્વર ને પ્રાર્થના કે કોઈપણ દીકરીને એના પિતાથી એટલી બધી દુર ન
મોકલતા કે કોઈ શિયાળાની કાતિલ ઠંડી હોય ચોમાસાની
મેઘલી રાત હોય અને પપ્પાના છેલ્લા શ્વાસ હોય તો દીકરી પોતાના હાથનું ચમચી
પાણી પણ ન પીવડાવી શકે.
છેલ્લે પિતા પણ કહેતા હોય કે મારી દીકરી ને તેડાવી લો મારે એનું મોઢું જોવે
છે છેલ્લી વખત .
ખરેખર જેઓ આ પૃથ્વી ઉપર દીકરીના માં-બાપ છે તેઓ ઈશ્વરની વધુ નજીક છે. આ
પિતા પુત્રીના પ્રેમ ને મારા લાખ લાખ સલામ....
આ અનમોલ રતન છે દીકરી

Thursday, June 3, 2010

संभवामि युगे युगे॥

संभवामि युगे युगे॥
ભગવાન શ્રી કૃષ્ણ અદ્વૈત વાદી હતા,એવું લાગે છે.હુજ ભગવાન છું!મારી શરણ માં આવ!અને પછી મો ખોલી ને આખું વિશ્વ બતાવી દીધું.અહં બ્રહ્માસ્મિ!એટલે જ એવું બોલ્યા હશે કે 'સંભવામિ યુગે યુગે'.મતલબ જે પણ જન્મે ને સડેલી રાજ્યવ્યવસ્થા કે સડેલા કાનુન કે સમાજ વ્યવસ્થા ને સુધારવાનું કામ કરશે તેનો આત્મ ને મારા આત્મા માં શું ફરક હોય?સર્વ ખલુ ઇદમ બ્રહ્મ.માટે હું યુગે યુગે જન્મ લઈશ એવું બોલ્યા હશે.અને આપણે એમના અવતરવાની રાહ જોઈ રહ્યા છીએ.એ દિવસ કદી આવવાનો નથી.
અવતાર ઉપરથી કોઈ મોકલતું નથી કે ટપકાવતું નથી.આપના માંથી જ કોઈ સાહસિક વિરલો અન્યાય ને અંધકાર વિરુદ્ધ ઝંડો ઉઠાવે છે.એને પછી આપણે અવતાર માનીએ છીએ.આપણે મુરખો એવું માનીજ શકતા નથી કે આ બધી શક્તિઓ કુદરતે આપણાં માજ મુકેલી છે.એટલે કાળક્રમે દૈવી શક્તિ નું કામ છે એવું માની લઈએ છીએ.કોઈ માની શકશે?એક ડરપોક વાણીયો ખાલી હાથ માં લાકડી લઈને અને તે પણ કોઈને માર્યા વગર અંગ્રેજ મહાસત્તા ને ભારત માંથી તગેડી મૂકી શકે?
હરેક યુગે યુગે સડેલી સમાજ વ્યવસ્થા ને ઉખેડી ને ફેંકી દેવા માટે એક મહાક્ષત્રીય(શ્રી કૃષ્ણ) ની જરૂર પડે છે.એક લડાયક રાજનેતા ની જરૂર પડે છે.અગાઉના લેખ માં મેં આ વાત લખેલી જ છે.પણ બુદ્ધિજીવી(બ્રાહ્મણ) ને રાજ્ય કરવા માં રસ ના હોય.એ તમને સુજ આપે સમજ આપે ક્રાંતિકારી વિચારો ને યોજના આપે.પણ અમલ માં મુકવાનું કામ લીડરશીપ (ક્ષત્રીય) જ કરી શકે.કારણ મૂળભૂત રીતે બ્રાહ્મણ અંતરમુખી છે,ઇનટ્રોવર્ટ છે.કાર્લ માર્ક્સ નામનો એક જર્મન બ્રાહ્મણ સામ્યવાદ ના વિચારો લઇ આવ્યો પણ અમલ માં મુકવા ના જઈ શકે.એને માટે લેનિન કે માઓ જેવા ક્ષત્રિયો જ જોઈએ.ભલે ફેઈલ ગયો,પણ હતો ક્રાંતિકારી.એક વખત ની બગડેલી સીસ્ટમ ને ફેંકી દેવા માટે કામ લાગેલો જ ને.
દરેક સારી સીસ્ટમ સમય જતા સડતી જતી હોય છે.સફરજન ગમે તેટલું ગુણકારી હોય,કાયમ ફ્રીજ માં મૂકી રાખીએ તો પણ સમય જતા બગડી જાય છે,માટે ફેંકી દઈ ને નવું લેવું પડે,ને ખાવું પડે.રાજાશાહી સારી જ હતી.આખી દુનિયા માં હતી.ચીન માં પણ ભારત ની જેમ પવિત્ર હતી.એક રાજા સારો પાકે ને એનો વારસદાર સારો ના પણ પાકે તો ગરબડ થઇ જાય.સમય જતા રાજાશાહી બગડતી ગઈ.સીસ્ટમ સડતી ગઈ.આખી દુનિયા માંથી ઉખડી ગઈ.
લોકશાહી આજની નથી ભાઈ.ભારત માં સૌથી પહેલી આવેલી છે ભાઈ.વર્ષો પહેલા,૨૫૦૦ વર્ષ પહેલા હતી.બુદ્ધ ના સમયે શરુ થયેલી.ગણ રાજ્યો કહેવાતા.વૈશાલી નગરી ને રાજ્ય એનું ઉત્તમ ઉદાહરણ હતા.પણ એ જમાના પ્રમાણે યોગ્ય નહિ હોય કે પ્રજા એને લાયક નહિ હોય કે સીસ્ટમ ના ચાલી.પ્રજાનું માનસિક સ્તર બહુ ઊંચું હોય ત્યાજ લોકશાહી ચાલે.હજુ ભારત એના લાયક નથી થયું.પ્રજા એની ફરજો પૂરી રીતે સમજવા ને પાળવા સક્ષમ હોય ત્યાજ લોકશાહી ચાલે.પ્રજામાં એક સ્વયંભુ શિસ્ત હોય ત્યાજ લોકશાહી ચાલે.ભારત એના માટે લાયક જ નથી ને મળી ગઈ છે.ડીટેકટરશીપ પણ એક જાતની રાજાશાહી જ છે.જાતે બની બેઠેલા રાજા,વારસા માં મેળવેલ નહિ.
સામ્યવાદ ના વિચારો ખોટા નહતા.પણ પ્રજા માં એના માટે પણ બહુ ઉંચી સમજદારી જોઈએ.પણ એનાથી પ્રજામાં કોઈ મહત્વાકાંક્ષા જ ના રહે.બધું સરકારી હોય તો મહેનત કોણ કરે?વધારે મહેનત કરે એને વધારે જોઈએને?મૂડીવાદ પણ ખોટો નથી.પણ એનાય ગેરફાયદા છે.માઈકલ મુર ની "કેપીટાલીઝમ એ લવસ્ટોરી" નામની ડોક્યુમેન્ટ્રી જોઈ લેજો.એના ગેરફાયદા લઈને આજે અમેરિકા મંદીમાં સપડાયું છે.રોજ બેંકો ઉઠી નથી જતી,ઉઠાડી દેવા માં આવે છે.
માટે યુગે યુગે સડેલી,બગડેલી નકામી થઇ ગયેલી સીસ્ટમ ને ફેંકી દેવા કોઈ ને કોઈએ રાજ્યકર્તા ની જરૂર પડે છે ને એવા વિચારો દેવા ને નવી સીસ્ટમ ની દિશા આપવા માટે,નવી સીસ્ટમ ની સુઝબુઝ દેવા માટે એક મહા બુદ્ધિજીવી ની જરૂર પડે છે.પછી આપણે એમને અવતાર તરીકે ઓળખીએ છીએ.નાના નાના નાયકો ને લોકો ભૂલી જાય છે.પણ કૃષ્ણ જેવા મહા નાયક અમિત છાપ છોડી જાય છે,ભગવાન બની જાય છે,અવતાર કે મહાવતાર બની જાય છે.સડેલા રાજ્યકર્તાઓને અને એમની માનસિકતા ને કોઈ મહાક્ષત્રીય વધારે સારી રીતે સમજી શકે એ વાત પણ એટલીજ સાચી છે.એમના કાવાદાવા એમની અંદર નો માણસ વધારે સમજી શકે.માટે શ્રી રામ અને શ્રી કૃષ્ણ જેવા રાજાઓ એ સમયાન્તરે એ કામ કરેલું છે.નિરંકુશ અભિમાની રાવણ ની સીસ્ટમ ને રામે ખતમ કરી. એમણે એક પત્નીનો એક મહાન કોન્સેપ્ટ એ જમાના માં આપેલો.એ સમયે કોઈએ માન્યો નહિ હોય.કદાચ એ જમાના કરતા વધારે સૈકાઓ આગળ નો કોન્સેપ્ટ લોકો ને સમજ માં નહિ આવ્યો હોય.પણ અત્યારે જુઓ આખી દુનિયા માં કાયદો એનો અમલ કરાવે છે.એના ફાયદા રામે હજ્જારો વર્ષ પહેલા જોયા હશે.રામ પૃથ્વી પરના પહેલા મોનોગેમસ હતા. એમના પછી આવેલા મહાનાયક શ્રી કૃષ્ણ પણ પોલીગેમસ હતા.૧૬,ooo રાણીઓ,ઓછી કહેવાય?
શ્રી કૃષ્ણ વખતે પણ રાજકર્તાઓની એક આખી ચેનલ બગડેલી હતી.કંસ જરાસંધ અને ઘણા બીજા બધા.એને નાબુદ કરવાનું કૃષ્ણે બીડું ઝડપ્યું.કોઈ લેભાગુ જ્યોતિષીએ કંસ ને ભરમાવી દીધો હશે કે તારી બહેન નો છોકરો જ તને મારી નાખશે.કદાચ દેવકી જોડે કોઈ ખાનગી વેર હશે.એટલે એ સમયે અંધ શ્રદ્ધા ના વાદળો બહુ ઘેરાયેલા હશે.બાકી બહેન ના ભાણીયા ને કોઈ મારી નાખે ખરા?જરાસંધે એ વખતના ભારત ના લગભગ મોટા ભાગ ના નાના નાના રાજોને કેદ કરી રાખેલા કે મારી નાખેલા.સોળ હજાર સ્ત્રીઓ એ હારેલા રાજાઓ ની પત્નીઓ હતી.એમને યથેચ્છ ભોગવતો હતો.કૃષ્ણે ભીમ ની મદદ વડે એને મરાવ્યો ને પેલી સ્ત્રીઓને મુક્ત કરી.હવે આ જરાસંધ વડે ભોગવેલ સ્ત્રીઓ ને એમના પતિદેવો ખુદ સ્વીકારવા તૈયાર નહતા.બધીને કૃષ્ણે સ્વીકારીને સન્માન આપ્યું.તો મુરખો કહેશે કૃષ્ણ ને તો સોળ હજાર રાણીઓ હતી.તો અમે પણ બેચાર રાખીએ તો શું ગુનો?
મહાભારત વખતે રાજાઓ ખુબજ સ્વછંદી હતા.સ્ત્રીનું કોઈ માન સન્માન હતું નહિ,એમનો કોઈ આત્મા જ હતો નહિ..એક વસ્તુ થી વધારે કોઈ મહત્વ જ નાં હતું.ખાલી માતા તરીકે થોડું ઘણું હશે.બાકી કોઈ મુલ્ય નાં હતું.દ્રૌપદી શ્રી કૃષ્ણ ની માનેલી બહેન હતી.છતાં દુ;શાશન એને ભરી સભામાં નગ્ન કરવા તૈયાર થઈને બેઠો હતો.વડીલો ની હાજરી માં દુર્યોધન એને પોતાની જંઘા પર નગ્ન કરીને બેસાડવા માટે તૈયારી કરી ચુક્યો હતો.કોઈ રોકી શકે તેમ ના હતું.ભીષ્મ જેવા મહારથીઓ પણ નિર્માલ્ય બની ચુક્યા હતા કે પછી દ્રૌપદીને નગ્ન જોવા ઘરડા વડીલો ઉત્સુક હતા? અન્ન ખાધું છે?તો દુર્યોધન ને વધારે ઠપકો આપી શકાય.પણ એ બહાને વડીલો ને પણ નયનસુખ મેળવવું હશે.પતિઓ પણ સાવ નિર્માલ્ય હતા.પોતાની પ્રિય પત્ની ને જુગાર માં મૂકી જ કેમ શકાય?ધર્મરાજા અધર્મ ના અવતાર બની ચુક્યા હતા.સ્ત્રી ખાલી ભોગ ભોગવવાનું સાધન માત્ર જ હતી.માટે યુગે યુગે સંભવામિ ની જરૂર હતી.એક બળવાન રાજનેતા ની જરૂર હતી.આ સ્વચ્છંદી ઓ ને પાઠ ભણાવવાની જરૂર હતી.આ લોકો ને નેસ્તો નાબુદ કરવાની જરૂર હતી.ઉખાડી ને ફેંકી દેવાની જરૂર હતી.સારા પણ નીર્માલ્યો ના કાળજા માં હિંમત ભરવાની જરૂર હતી.એમને પણ પાઠ ભણાવાની જરૂર હતી.આ બુઢ્ઢા થઇ ગયેલા અને નીરંકુશો ને અંકુશ માં રાખી નહિ શકતા વડીલો ને હવે મૃત્યુ ની જરૂર હતી.એમનું હવે કોઈ કામ નાં હતું.ખોટા ભાર વધારી રહ્યા હતા.શ્રી કૃષ્ણ એકલા હાથે બધું ના કરી શકે માટે પાંડવો ના સાથ ની જરૂર હતી.એક મહાભારત ને આખી સડેલી ચેનલ નાબુદ.
શ્રી કૃષ્ણ મહાક્ષત્રીય હતા.પણ મહા બ્રાહ્મણ જેટલા સક્ષમ પણ હતા."બ્રાહ્મણત્વ અને ક્ષાત્રત્વ નો મહા સંગમ એટલે ભગવાન શ્રી કૃષ્ણ".એટલે આપણે એવું સમજીએ છીએ કે કોઈ દૈવી શક્તિ ઉપરથી ઉતરી હશે.માટે એમને ભગવાન સમજીએ છીએ.ના પણ એ મહામાનવ હતા,મહાનાયક હતા.ભગવાન બરોબર હતા.અદ્વૈત વાદી હતા.માટે એમના વ્યક્તવ્યો માં પોતે ભગવાન હોય તેવી વાતો ની સુગંધ આવતી હતી.પોતે સર્વશક્તિમાન ઈશ્વર છે,"માંમેક્મ શરણમ વ્રજ" એવા અહંકારી વ્યક્તવ્યો એ એમના અદ્વૈત વાદી હોવાનું પ્રમાણ માત્ર હશે.
સડેલા ને નિર્માલ્ય થઇ ચુકેલા રાજાઓ ને બ્રિટીશરોએ કાબુમાં લઇ લીધા હતા.પરદેશીઓ રાજ કરવા લાગ્યા હતા.ભારત ની પ્રજા નું કોઈ વજૂદ જ રહ્યું નાં હતું.માટે એક ડરપોક વાણીયો ભણવા ગયો ઇંગ્લેન્ડ અને પછી બન્યો ક્ષત્રીય.બન્યો રાજનેતા અને નવા આઈડિયા ને નવા વિચારો લઈને આવ્યો.વગર લડાઈ એ વગર મહાભારતે હાંકી કાઢ્યા અંગ્રેજોને.એ કોઈ ઓછી સિદ્ધી ના કહેવાય.૨૫૦૦ વર્ષ પહેલા વપરાયેલી લોકશાહી ને પુનર્જીવિત કરી.પણ પ્રજા માં શિસ્ત નથી.પ્રજામાં દેશ માટે બલિદાન ની ભાવના નથી.પ્રજા ધર્મ માટે બલિદાનો આપશે,પણ દેશ ની કોઈ પડી નથી.લોકશાહી માં પ્રોબ્લેમ છે.કોઈ ને કશું કહેવાય નહિ.૨૫૦૦૦ કરતા પણ વધારે સાંપ્રદાયિક ઉધઈ ભારત ને કોરી ખાઈ રહી છે.એક મહાન સૌથી પુરાણી સંસ્કૃતિ ને કોરી રહી છે.૫૦ લાખ સાધુઓ!!!અધધ!!!૫૦ લાખ ભીખારીઓ દેશ ને વધારે ભિખારી બનાવી રહ્યા છે.અનપ્રોડક્ટીવ ૫૦ લાખ દેશ ની ઈકોનોમી બગાડી રહ્યા છે.પ્રજા કાયર બની ચુકી છે.સર્વાંઇવલ ના નિયમ મુજબ કમજોર સજીવ એની વસ્તી ખુબ વધારે માટે સર્વાઈવ થઇ જવાય.ભારતીય લોકો ના પ્રજનન તંત્રો આ કુદરત ના નિયમ મુજબ અતિ સક્રિય થઇ ગયા છે.વસ્તી કુદકે ને ભૂસકે વધી રહી છે.કોઈ કાબુ નથી.રોજ લોકો મરી રહ્યા છે. માઓવાદીઓ આવી રહ્યા છે.રાજકર્તાઓ કમજોર ને કાયર પ્રજા માંથી જ ચૂંટાતા હોવાથી એમનામાં કોઈ પાણી નથી.ગમેતે લોકો ચૂંટાઈ આવે છે.અસલ ક્ષત્રિયો જેવી સખ્તાઈ નથી.દંડ દઈ શકવાની હિંમત નથી.
હવે ખાસ જરૂર છે એક શ્રી કૃષ્ણ ની,એક મહા ક્ષત્રીય ની,એક દંડ દઈ શકે એવા દંડ નાયક ની.એક નવી સીસ્ટમ ને શોધી ને સ્થાપિત કરે તેવા અવતાર ની. ગયા તે કદી પાછા આવતા નથી.એ કોઈ આપણાં માનો જ હશે.એને જ કહેવાય સંભવામિ યુગે યુગે.
From : ભુપેન્દ્રસિંહ રતનસિંહજી રાઓલ's blog