તમે એ જાણો છો કે વરસાદના
12 નામ કયા છે અને તેનો પ્રયોગ ક્યારે કરવામાં આવે છે. નહીં
ને તો જાણો આજે.
1. ફરફર
જેનાથી માત્ર હાથપગના રૂંવાડા
જ ભીના થાય તેવો નજીવો વરસાદ.
2. છાંટા
ફરફર કરતા થોડો વધુ વરસાદ, પણ જે વધારે ન પડે.
3. ફોરા
થોડા મોટાં ટીપાં પ્રકારનો
વરસાદ. જેમાં તમે થોડા પલળી જાઓ.
4. કરા
કરા એટલે ફોરાથી વધુ. પણ
જેનું બરફમાં રૂપાંતરણ થઈ જાય તેવો વરસાદ.
5. પછેડીવા
પછેડીથી તમે આ વરસાદ સામે
રક્ષણ મેળવી શકો.
6. નેવાધાર
છાપરાના નેવા પરથી પાણી
વહે તેવો વરસાદ.
7. મોલ મેહ
મોલ એટલે પાકને માટે જરૂરી
હોય તેવો વરસાદ.
8. અનરાધાર
એક છાંટો, બીજા છાંટાને સ્પર્શી જાય અને ધાર પડે તેવો વરસાદ.
9. મૂશળધાર
અનરાધાર વરસાદથી પણ વધારે વરસાદ. જે સતત લાંબા સમય સુધી પડે, અને મુશળ અથવા સાંબેલા ની જેમ મોટી ધારે પડે
10. ઢેફાભાંગ
વરસાદની તીવ્રતાથી ખેતરમાં
માટીના ઢેફા નરમ થઈ જાય અને તૂટી જાય તેવો વરસાદ.
11. પાણ મેહ
ખેતરો પાણીથી છલોછલ ભરાઈ
જાય અને કૂવા પાણી ઉપર આવી જાય તેવો વરસાદ.
12. હેલી
ઉપરના અગિયાર વરસાદમાંથી
કોઈને કોઈ પણ એક પ્રકારનો વરસાદ સતત એક અઠવાડિયું ચાલે તે હેલી.
તો હવે જ્યારે પણ વરસાદ
આવે ત્યારે તમે આ પ્રકારના આધારે વરસાદનું નામ જાણી શકશો અને તેના પ્રકારને પણ જાણી
શકશો.
No comments:
Post a Comment