Thursday, June 3, 2010

संभवामि युगे युगे॥

संभवामि युगे युगे॥
ભગવાન શ્રી કૃષ્ણ અદ્વૈત વાદી હતા,એવું લાગે છે.હુજ ભગવાન છું!મારી શરણ માં આવ!અને પછી મો ખોલી ને આખું વિશ્વ બતાવી દીધું.અહં બ્રહ્માસ્મિ!એટલે જ એવું બોલ્યા હશે કે 'સંભવામિ યુગે યુગે'.મતલબ જે પણ જન્મે ને સડેલી રાજ્યવ્યવસ્થા કે સડેલા કાનુન કે સમાજ વ્યવસ્થા ને સુધારવાનું કામ કરશે તેનો આત્મ ને મારા આત્મા માં શું ફરક હોય?સર્વ ખલુ ઇદમ બ્રહ્મ.માટે હું યુગે યુગે જન્મ લઈશ એવું બોલ્યા હશે.અને આપણે એમના અવતરવાની રાહ જોઈ રહ્યા છીએ.એ દિવસ કદી આવવાનો નથી.
અવતાર ઉપરથી કોઈ મોકલતું નથી કે ટપકાવતું નથી.આપના માંથી જ કોઈ સાહસિક વિરલો અન્યાય ને અંધકાર વિરુદ્ધ ઝંડો ઉઠાવે છે.એને પછી આપણે અવતાર માનીએ છીએ.આપણે મુરખો એવું માનીજ શકતા નથી કે આ બધી શક્તિઓ કુદરતે આપણાં માજ મુકેલી છે.એટલે કાળક્રમે દૈવી શક્તિ નું કામ છે એવું માની લઈએ છીએ.કોઈ માની શકશે?એક ડરપોક વાણીયો ખાલી હાથ માં લાકડી લઈને અને તે પણ કોઈને માર્યા વગર અંગ્રેજ મહાસત્તા ને ભારત માંથી તગેડી મૂકી શકે?
હરેક યુગે યુગે સડેલી સમાજ વ્યવસ્થા ને ઉખેડી ને ફેંકી દેવા માટે એક મહાક્ષત્રીય(શ્રી કૃષ્ણ) ની જરૂર પડે છે.એક લડાયક રાજનેતા ની જરૂર પડે છે.અગાઉના લેખ માં મેં આ વાત લખેલી જ છે.પણ બુદ્ધિજીવી(બ્રાહ્મણ) ને રાજ્ય કરવા માં રસ ના હોય.એ તમને સુજ આપે સમજ આપે ક્રાંતિકારી વિચારો ને યોજના આપે.પણ અમલ માં મુકવાનું કામ લીડરશીપ (ક્ષત્રીય) જ કરી શકે.કારણ મૂળભૂત રીતે બ્રાહ્મણ અંતરમુખી છે,ઇનટ્રોવર્ટ છે.કાર્લ માર્ક્સ નામનો એક જર્મન બ્રાહ્મણ સામ્યવાદ ના વિચારો લઇ આવ્યો પણ અમલ માં મુકવા ના જઈ શકે.એને માટે લેનિન કે માઓ જેવા ક્ષત્રિયો જ જોઈએ.ભલે ફેઈલ ગયો,પણ હતો ક્રાંતિકારી.એક વખત ની બગડેલી સીસ્ટમ ને ફેંકી દેવા માટે કામ લાગેલો જ ને.
દરેક સારી સીસ્ટમ સમય જતા સડતી જતી હોય છે.સફરજન ગમે તેટલું ગુણકારી હોય,કાયમ ફ્રીજ માં મૂકી રાખીએ તો પણ સમય જતા બગડી જાય છે,માટે ફેંકી દઈ ને નવું લેવું પડે,ને ખાવું પડે.રાજાશાહી સારી જ હતી.આખી દુનિયા માં હતી.ચીન માં પણ ભારત ની જેમ પવિત્ર હતી.એક રાજા સારો પાકે ને એનો વારસદાર સારો ના પણ પાકે તો ગરબડ થઇ જાય.સમય જતા રાજાશાહી બગડતી ગઈ.સીસ્ટમ સડતી ગઈ.આખી દુનિયા માંથી ઉખડી ગઈ.
લોકશાહી આજની નથી ભાઈ.ભારત માં સૌથી પહેલી આવેલી છે ભાઈ.વર્ષો પહેલા,૨૫૦૦ વર્ષ પહેલા હતી.બુદ્ધ ના સમયે શરુ થયેલી.ગણ રાજ્યો કહેવાતા.વૈશાલી નગરી ને રાજ્ય એનું ઉત્તમ ઉદાહરણ હતા.પણ એ જમાના પ્રમાણે યોગ્ય નહિ હોય કે પ્રજા એને લાયક નહિ હોય કે સીસ્ટમ ના ચાલી.પ્રજાનું માનસિક સ્તર બહુ ઊંચું હોય ત્યાજ લોકશાહી ચાલે.હજુ ભારત એના લાયક નથી થયું.પ્રજા એની ફરજો પૂરી રીતે સમજવા ને પાળવા સક્ષમ હોય ત્યાજ લોકશાહી ચાલે.પ્રજામાં એક સ્વયંભુ શિસ્ત હોય ત્યાજ લોકશાહી ચાલે.ભારત એના માટે લાયક જ નથી ને મળી ગઈ છે.ડીટેકટરશીપ પણ એક જાતની રાજાશાહી જ છે.જાતે બની બેઠેલા રાજા,વારસા માં મેળવેલ નહિ.
સામ્યવાદ ના વિચારો ખોટા નહતા.પણ પ્રજા માં એના માટે પણ બહુ ઉંચી સમજદારી જોઈએ.પણ એનાથી પ્રજામાં કોઈ મહત્વાકાંક્ષા જ ના રહે.બધું સરકારી હોય તો મહેનત કોણ કરે?વધારે મહેનત કરે એને વધારે જોઈએને?મૂડીવાદ પણ ખોટો નથી.પણ એનાય ગેરફાયદા છે.માઈકલ મુર ની "કેપીટાલીઝમ એ લવસ્ટોરી" નામની ડોક્યુમેન્ટ્રી જોઈ લેજો.એના ગેરફાયદા લઈને આજે અમેરિકા મંદીમાં સપડાયું છે.રોજ બેંકો ઉઠી નથી જતી,ઉઠાડી દેવા માં આવે છે.
માટે યુગે યુગે સડેલી,બગડેલી નકામી થઇ ગયેલી સીસ્ટમ ને ફેંકી દેવા કોઈ ને કોઈએ રાજ્યકર્તા ની જરૂર પડે છે ને એવા વિચારો દેવા ને નવી સીસ્ટમ ની દિશા આપવા માટે,નવી સીસ્ટમ ની સુઝબુઝ દેવા માટે એક મહા બુદ્ધિજીવી ની જરૂર પડે છે.પછી આપણે એમને અવતાર તરીકે ઓળખીએ છીએ.નાના નાના નાયકો ને લોકો ભૂલી જાય છે.પણ કૃષ્ણ જેવા મહા નાયક અમિત છાપ છોડી જાય છે,ભગવાન બની જાય છે,અવતાર કે મહાવતાર બની જાય છે.સડેલા રાજ્યકર્તાઓને અને એમની માનસિકતા ને કોઈ મહાક્ષત્રીય વધારે સારી રીતે સમજી શકે એ વાત પણ એટલીજ સાચી છે.એમના કાવાદાવા એમની અંદર નો માણસ વધારે સમજી શકે.માટે શ્રી રામ અને શ્રી કૃષ્ણ જેવા રાજાઓ એ સમયાન્તરે એ કામ કરેલું છે.નિરંકુશ અભિમાની રાવણ ની સીસ્ટમ ને રામે ખતમ કરી. એમણે એક પત્નીનો એક મહાન કોન્સેપ્ટ એ જમાના માં આપેલો.એ સમયે કોઈએ માન્યો નહિ હોય.કદાચ એ જમાના કરતા વધારે સૈકાઓ આગળ નો કોન્સેપ્ટ લોકો ને સમજ માં નહિ આવ્યો હોય.પણ અત્યારે જુઓ આખી દુનિયા માં કાયદો એનો અમલ કરાવે છે.એના ફાયદા રામે હજ્જારો વર્ષ પહેલા જોયા હશે.રામ પૃથ્વી પરના પહેલા મોનોગેમસ હતા. એમના પછી આવેલા મહાનાયક શ્રી કૃષ્ણ પણ પોલીગેમસ હતા.૧૬,ooo રાણીઓ,ઓછી કહેવાય?
શ્રી કૃષ્ણ વખતે પણ રાજકર્તાઓની એક આખી ચેનલ બગડેલી હતી.કંસ જરાસંધ અને ઘણા બીજા બધા.એને નાબુદ કરવાનું કૃષ્ણે બીડું ઝડપ્યું.કોઈ લેભાગુ જ્યોતિષીએ કંસ ને ભરમાવી દીધો હશે કે તારી બહેન નો છોકરો જ તને મારી નાખશે.કદાચ દેવકી જોડે કોઈ ખાનગી વેર હશે.એટલે એ સમયે અંધ શ્રદ્ધા ના વાદળો બહુ ઘેરાયેલા હશે.બાકી બહેન ના ભાણીયા ને કોઈ મારી નાખે ખરા?જરાસંધે એ વખતના ભારત ના લગભગ મોટા ભાગ ના નાના નાના રાજોને કેદ કરી રાખેલા કે મારી નાખેલા.સોળ હજાર સ્ત્રીઓ એ હારેલા રાજાઓ ની પત્નીઓ હતી.એમને યથેચ્છ ભોગવતો હતો.કૃષ્ણે ભીમ ની મદદ વડે એને મરાવ્યો ને પેલી સ્ત્રીઓને મુક્ત કરી.હવે આ જરાસંધ વડે ભોગવેલ સ્ત્રીઓ ને એમના પતિદેવો ખુદ સ્વીકારવા તૈયાર નહતા.બધીને કૃષ્ણે સ્વીકારીને સન્માન આપ્યું.તો મુરખો કહેશે કૃષ્ણ ને તો સોળ હજાર રાણીઓ હતી.તો અમે પણ બેચાર રાખીએ તો શું ગુનો?
મહાભારત વખતે રાજાઓ ખુબજ સ્વછંદી હતા.સ્ત્રીનું કોઈ માન સન્માન હતું નહિ,એમનો કોઈ આત્મા જ હતો નહિ..એક વસ્તુ થી વધારે કોઈ મહત્વ જ નાં હતું.ખાલી માતા તરીકે થોડું ઘણું હશે.બાકી કોઈ મુલ્ય નાં હતું.દ્રૌપદી શ્રી કૃષ્ણ ની માનેલી બહેન હતી.છતાં દુ;શાશન એને ભરી સભામાં નગ્ન કરવા તૈયાર થઈને બેઠો હતો.વડીલો ની હાજરી માં દુર્યોધન એને પોતાની જંઘા પર નગ્ન કરીને બેસાડવા માટે તૈયારી કરી ચુક્યો હતો.કોઈ રોકી શકે તેમ ના હતું.ભીષ્મ જેવા મહારથીઓ પણ નિર્માલ્ય બની ચુક્યા હતા કે પછી દ્રૌપદીને નગ્ન જોવા ઘરડા વડીલો ઉત્સુક હતા? અન્ન ખાધું છે?તો દુર્યોધન ને વધારે ઠપકો આપી શકાય.પણ એ બહાને વડીલો ને પણ નયનસુખ મેળવવું હશે.પતિઓ પણ સાવ નિર્માલ્ય હતા.પોતાની પ્રિય પત્ની ને જુગાર માં મૂકી જ કેમ શકાય?ધર્મરાજા અધર્મ ના અવતાર બની ચુક્યા હતા.સ્ત્રી ખાલી ભોગ ભોગવવાનું સાધન માત્ર જ હતી.માટે યુગે યુગે સંભવામિ ની જરૂર હતી.એક બળવાન રાજનેતા ની જરૂર હતી.આ સ્વચ્છંદી ઓ ને પાઠ ભણાવવાની જરૂર હતી.આ લોકો ને નેસ્તો નાબુદ કરવાની જરૂર હતી.ઉખાડી ને ફેંકી દેવાની જરૂર હતી.સારા પણ નીર્માલ્યો ના કાળજા માં હિંમત ભરવાની જરૂર હતી.એમને પણ પાઠ ભણાવાની જરૂર હતી.આ બુઢ્ઢા થઇ ગયેલા અને નીરંકુશો ને અંકુશ માં રાખી નહિ શકતા વડીલો ને હવે મૃત્યુ ની જરૂર હતી.એમનું હવે કોઈ કામ નાં હતું.ખોટા ભાર વધારી રહ્યા હતા.શ્રી કૃષ્ણ એકલા હાથે બધું ના કરી શકે માટે પાંડવો ના સાથ ની જરૂર હતી.એક મહાભારત ને આખી સડેલી ચેનલ નાબુદ.
શ્રી કૃષ્ણ મહાક્ષત્રીય હતા.પણ મહા બ્રાહ્મણ જેટલા સક્ષમ પણ હતા."બ્રાહ્મણત્વ અને ક્ષાત્રત્વ નો મહા સંગમ એટલે ભગવાન શ્રી કૃષ્ણ".એટલે આપણે એવું સમજીએ છીએ કે કોઈ દૈવી શક્તિ ઉપરથી ઉતરી હશે.માટે એમને ભગવાન સમજીએ છીએ.ના પણ એ મહામાનવ હતા,મહાનાયક હતા.ભગવાન બરોબર હતા.અદ્વૈત વાદી હતા.માટે એમના વ્યક્તવ્યો માં પોતે ભગવાન હોય તેવી વાતો ની સુગંધ આવતી હતી.પોતે સર્વશક્તિમાન ઈશ્વર છે,"માંમેક્મ શરણમ વ્રજ" એવા અહંકારી વ્યક્તવ્યો એ એમના અદ્વૈત વાદી હોવાનું પ્રમાણ માત્ર હશે.
સડેલા ને નિર્માલ્ય થઇ ચુકેલા રાજાઓ ને બ્રિટીશરોએ કાબુમાં લઇ લીધા હતા.પરદેશીઓ રાજ કરવા લાગ્યા હતા.ભારત ની પ્રજા નું કોઈ વજૂદ જ રહ્યું નાં હતું.માટે એક ડરપોક વાણીયો ભણવા ગયો ઇંગ્લેન્ડ અને પછી બન્યો ક્ષત્રીય.બન્યો રાજનેતા અને નવા આઈડિયા ને નવા વિચારો લઈને આવ્યો.વગર લડાઈ એ વગર મહાભારતે હાંકી કાઢ્યા અંગ્રેજોને.એ કોઈ ઓછી સિદ્ધી ના કહેવાય.૨૫૦૦ વર્ષ પહેલા વપરાયેલી લોકશાહી ને પુનર્જીવિત કરી.પણ પ્રજા માં શિસ્ત નથી.પ્રજામાં દેશ માટે બલિદાન ની ભાવના નથી.પ્રજા ધર્મ માટે બલિદાનો આપશે,પણ દેશ ની કોઈ પડી નથી.લોકશાહી માં પ્રોબ્લેમ છે.કોઈ ને કશું કહેવાય નહિ.૨૫૦૦૦ કરતા પણ વધારે સાંપ્રદાયિક ઉધઈ ભારત ને કોરી ખાઈ રહી છે.એક મહાન સૌથી પુરાણી સંસ્કૃતિ ને કોરી રહી છે.૫૦ લાખ સાધુઓ!!!અધધ!!!૫૦ લાખ ભીખારીઓ દેશ ને વધારે ભિખારી બનાવી રહ્યા છે.અનપ્રોડક્ટીવ ૫૦ લાખ દેશ ની ઈકોનોમી બગાડી રહ્યા છે.પ્રજા કાયર બની ચુકી છે.સર્વાંઇવલ ના નિયમ મુજબ કમજોર સજીવ એની વસ્તી ખુબ વધારે માટે સર્વાઈવ થઇ જવાય.ભારતીય લોકો ના પ્રજનન તંત્રો આ કુદરત ના નિયમ મુજબ અતિ સક્રિય થઇ ગયા છે.વસ્તી કુદકે ને ભૂસકે વધી રહી છે.કોઈ કાબુ નથી.રોજ લોકો મરી રહ્યા છે. માઓવાદીઓ આવી રહ્યા છે.રાજકર્તાઓ કમજોર ને કાયર પ્રજા માંથી જ ચૂંટાતા હોવાથી એમનામાં કોઈ પાણી નથી.ગમેતે લોકો ચૂંટાઈ આવે છે.અસલ ક્ષત્રિયો જેવી સખ્તાઈ નથી.દંડ દઈ શકવાની હિંમત નથી.
હવે ખાસ જરૂર છે એક શ્રી કૃષ્ણ ની,એક મહા ક્ષત્રીય ની,એક દંડ દઈ શકે એવા દંડ નાયક ની.એક નવી સીસ્ટમ ને શોધી ને સ્થાપિત કરે તેવા અવતાર ની. ગયા તે કદી પાછા આવતા નથી.એ કોઈ આપણાં માનો જ હશે.એને જ કહેવાય સંભવામિ યુગે યુગે.
From : ભુપેન્દ્રસિંહ રતનસિંહજી રાઓલ's blog

No comments:

Post a Comment